યોગી ડીવાઈન સોસાયટી દ્વારા હરિધામ-સોખડામાં એક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. પ્રથમ તબક્કામાં બ્લડ ચેકઅપ કેમ્પ તા. ૨૧-૧-૨૦૧૪ના રોજ યોજવામાં આવ્યો હતો. આ બ્લડ કેમ્પમાં (૧) શ્રી ઘનશ્યામ લેબ -આણંદ (ડૉ. શ્રી જે.ડી પટેલ), (૨) શ્રીજી લેબ-વડોદરા વડોદરા(ડૉ. શ્રી કમલેશ પટેલ), (૩) આરોગ્ય લેબ-વડોદરા (શ્રી મેહુલભાઈ શાહ), (૫) ડીવાઈન લેબ- વડોદરા (ડૉ. શ્રી કૌશિકભાઈ પટેલ) દ્વારા નિ:શુલ્ક બ્લડ ચેક અપ કરી આપવામાં આવ્યું હતું.
મેડીકલ કેમ્પના બીજા તબક્કામાં તા. ૧-૨-૨૦૧૪ના રોજ યોગી ડીવાઈન સોસાયટી અને રીધમ કાર્ડિયો વાસ્ક્યુલર એસોસીએટ-વડોદરા દ્વારા એક દિવસીય કાર્ડિયાક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પનું ઉદઘાટન વડીલ સંતવર્ય પૂ. શાસ્ત્રીસ્વામીજી, પૂ. સંતવલ્લભસ્વામી તથા ડૉ. શ્રી બિરેનભાઈ ચૌહાણ (સર્વેશ્ર્વર હૉસ્પીટલ-વડોદરા) તથા ડૉ. શ્રી ચિરાગભાઈ શેઠ (રીધમ કાર્ડીયેક)ના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું. આ કેમ્પમાં હૃદયરોગની બિમારીની જાગ્રતતા માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.
સમગ્ર કેમ્પનું આયોજન હરિધામના ડૉ. અશોકભાઈ મહેતા તથા પૂ. સંતોષજીવનસ્વામીના માર્ગદર્શન હેઠળ પ.ભ. ભાવેશભાઈ (માર્કેટિંગ મેનેજર-પ્રાણાયામ હૉસ્પિટલ)ના સહયોગથી સુંદર રીતે થયું. રીધમ કાર્ડીયેકના ડૉ. ચિરાગભાઈ શેઠ, ડૉ. આનંદભાઈ શર્મા તથા કર્મચારીઓએ માનદ સેવાઓ ઉમંગસભર હૈયે કરી !
અંગત આત્મીય સ્વજન શ્રી ડૉ. બિરેનભાઈ ચૌહાણે પણ સમગ્ર દર્દીઓના રીપોર્ટ ચેક અપ અને કન્સલ્ટીંગ સેવામાં નિમિત્ત બનીને કેમ્પને સફળતા બક્ષી. કેમ્પમાં નાની-મોટી સેવાઓ માટે સંતો-સેવકોએ પણ યથાયોગ્ય સેવા કરવામાં સહયોગ આપ્યો.